Google ગોપનીયતા નીતિ પર આપનું સ્વાગત છે
જ્યારે તમે Google સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તમારી માહિતી માટે અમારી પર વિશ્વાસ કરો છો. આ ગોપનીયતા નીતિનો આશય અમે કયો ડેટા ભેગો કરીએ છીએ, અમે શા માટે તેને ભેગો કરીએ છીએ અને અમે તેની સાથે શું કરીએ છીએ તે સમજવામાં તમારી સહાય કરવાનો છે. આ મહત્વપૂર્ણ છે; અમને આશા છે કે તમે તેને ધ્યાનપૂર્વક વાંચવા માટે સમય આપશો. અને યાદ રાખો, તમે મારું એકાઉન્ટ પર તમારી માહિતીને સંચાલિત કરવા અને તમારી ગોપનીયતા અને સુરક્ષાના રક્ષણ માટેના નિયંત્રણો મેળવી શકો છો.
ગોપનીયતા નીતિ
છેલ્લે સુધારા કરેલ: 18 ડિસેમ્બર, 2017 (આર્કાઇવ કરેલા સંસ્કરણો જુઓ) (આ દસ્તાવેજના અંત પર હાઇપરલિંક કરેલ ઉદાહરણો ઉપલબ્ધ છે.)
ઘણી વિવિધ રીતોથી તમે અમારી સેવાઓનો ઉપયોગ કરી શકો છો – માહિતી શોધવા અને માહિતી આદાનપ્રદાન કરવા માટે, અન્ય લોકો સાથે સંપર્ક કરવા અથવા કોઈ નવી સામગ્રી બનાવવા માટે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ Google એકાઉન્ટ બનાવીને માહિતીને અમારી સાથે આદાનપ્રદાન કરો છો, ત્યારે અમે તે સેવાઓને વધુ સારી બનાવીએ છીએ – તમને વધુ સુસંગત શોધ પરિણામો અને જાહેરાતો બતાવવા, તમને લોકો સાથે સંબંધ સાધવામાં સહાય કરવા અથવા અન્ય લોકો સાથે નાં વિચારોને આદાનપ્રદાન કરવા વધુ ઝડપી અને સરળ બનાવવા. જયારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે, અમે આપની સાથે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમે માહિતીનો ઉપયોગ કેવી રીતે અને કયા પ્રકારે કરીએ છીએ કે જેમાં તમારી ગોપનીયતાની સુરક્ષિતતા જળવાઈ રહે.
અમારી ગોપનીયતા નીતિ વર્ણવે છે:
- અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ અને તેને શા માટે એકત્રિત કરીએ છીએ.
- અમે તે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ.
- માહિતીને કેવી રીતે ઍક્સેસ કરવી અને અપડેટ કરવી તે સહિતની પસંદગીઓ અમે તમને ઑફર કરીએ છીએ
અમે તેને બને તેટલી શકયતાથી સરળ રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જો તમે કુકીઝ, IP સરનામાં, પિક્સેલ ટૅગ્સ અને બ્રાઉઝર્સ જેવા શબ્દોથી પરિચિત નથી તો પહેલા આ મુખ્ય શબ્દો શબ્દોની વ્યાખ્યાઓ વાંચો. તમારી ગોપનીયતા Google માટે અગત્યની છે તેથી તમે Google પર નવા હોવ અથવા દીર્ઘકાલીન વપરાશકર્તા હોવ, કૃપા કરીને અમારા સિદ્ધાંતો જાણવા માટે થોડો સમય ફાળવો – અને જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય તો અમારો સંપર્ક સાધો.
માહિતી, જે અમે ભેગી કરીએ છીએ
અમે અમારા તમામ વપરાશકર્તાઓને વધુ સારી સેવા પ્રદાન કરવા માટે માહિતી એકત્રિત કરીએ છીએ – જેમ કે તમે કઈ ભાષા બોલો છો, વધુ જટિલ વસ્તુઓ જેવી કે તમને કઈ જાહેરાતો સૌથી વધુ ઉપયોગી લાગે છે, એ લોકો જે તમારા માટે એનલાઇન સૌથી અગત્યનાં છે, અથવા કયા YouTube વિડિઓઝ તમને ગમશે.
અમે માહિતી નીચે આપેલ રીતે એકત્રિત કરીએ છીએ:
-
તમે અમને જે માહિતી આપો છો તે. ઉદાહરણ તરીકે, અમારી ઘણી સેવાઓમાં જરૂરી છે કે તમે Google એકાઉન્ટ માટે સાઇન અપ કરો. જ્યારે તમે કરો છો, ત્યારે અમે તમારા એકાઉન્ટમાં સંગ્રહિત કરવા માટે તમારી વ્યક્તિગત માહિતી જેમ કે તમારું નામ, ઇમેઇલ સરનામું, ટેલિફોન નંબર અથવા ક્રેડિટ કાર્ડ માટે પૂછીશું. અમે ઑફર કરીએ છીએ કે જો તમે શેરિંગ સુવિધાઓનો પૂર્ણપણે લાભ લેવા માંગતા હો, તો અમે તમને સાર્વજનિક રૂપે દૃશ્યક્ષમ Google પ્રોફાઇલ બનાવવા માટે કહી શકીએ છીએ, જેમાં તમારું નામ અને ફોટોનો સમાવેશ થઇ શકે છે.
-
અમારી સેવાઓનાં તમારા ઉપયોગ દ્વારા અમને મળતી માહિતી. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો તે અને તે કેવી રીતે કરો છો તેની માહિતી એકત્રિત, જેમકે તમે YouTube પર વિડિઓ ક્યારે જુઓ છો, જ્યારે તમે કોઈ વેબસાઇટની મુલાકાત લો છો કે જે અમારી જાહેરાત સેવાઓનો ઉપયોગ કરે છે અથવા અમારી જાહેરાતો અને સામગ્રીને જુઓ છો અને વાતચીત કરો છો તેના ઉપરથી અમે માહિતી ભેગી કરી શકીએ છીએ. આ માહિતીમાં નીચે પ્રમાણે શામેલ છે:
-
અમે ઉપકરણ-વિશિષ્ટ માહિતી એકત્રિત કરીએ છીએ (જેમ કે તમારું હાર્ડવેર મૉડલ, ઓપરેટિંગ સિસ્ટમ સંસ્કરણ, અનન્ય ઉપકરણ ઓળખકર્તા, અને ફોન નંબર સહિત મોબાઇલ નેટવર્ક માહિતી). Google તમારા ઉપકરણ ઓળખાણકર્તા અથવા ફોન નંબરને Google એકાઉન્ટ સાથે સાંકળી શકે છે.
-
લૉગ માહિતી
જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો અથવા Google દ્વારા પ્રદાન કરેલ સામગ્રી જુઓ છો, તો અમે આપમેળે અમુક માહિતી સર્વર લૉગ્સમાં એકત્રિત અને સ્ટોર કરીએ છીએ. આમાં આ શામેલ છે:
- તમે અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો, જેમ કે તમારી શોધ સમસ્યા.
- ટેલિફોનની લૉગ માહિતી જેમ કે તમારો ફોન નંબર, કૉલ કરો છો તે પક્ષનો નંબર, ફોર્વર્ડિંગ નંબરો, કૉલનો સમય અને તારીખ, કૉલની અવધિ, SMS રૂટિંગ માહિતી અને કૉલનાં પ્રકારો.
- ઇન્ટરનેટ પ્રોટોકોલનું સરનામું.
- ઉપકરણ ઇવેન્ટ માહિતી, જેમ કે ક્રેશેસ, સિસ્ટમ પ્રવૃતિ, હાર્ડવેર સેટિંગ્સ, બ્રાઉઝરનો પ્રકાર, બ્રાઉઝરની ભાષા, તમારી વિનંતીની તારીખ અને સમય અને સંદર્ભનોURL.
- કુકીઝ કે જે અનન્ય રીતે તમારા બ્રાઉઝર અથવા તમારા Google એકાઉન્ટને ઓળખી શકે છે.
-
સ્થાન માહિતી
જ્યારે તમે Google સેવાનો ઉપયોગ કરો છો, ત્યારે અમે તમારા વાસ્તવિક સ્થાન વિશે માહિતી એકત્રિત કરી શકીએ છીએ અને પ્રક્રિયા કરી શકીએ છીએ. અમે સ્થાન નિર્ધારીત કરવા માટે વિભિન્ન તકનીકોનો ઉપયોગ કરીએ છીએ, જેમકે IP સરનામું, GPS, અને અન્ય સેન્સર્સ કે જે, ઉદાહરણ તરીકે, Google ને આસપાસનાં ઉપકરણોની, Wi-Fi ઍક્સેસ બિંદુઓ અને સેલ ટૉવર્સની માહિતી પ્રદાન કરી શકે છે.
-
અનન્ય એપ્લિકેશન નંબર્સ
અમુક સેવાઓમાં એક અનન્ય એપ્લિકેશન નંબર શામેલ કરે છે. આ નંબરનો સમાવેશ થાય છે જ્યારે તમે તે સેવા ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરો છો અથવા જ્યારે તે સેવા નિયતકાલીન રીતે અમારા સર્વરનો સંપર્ક કરે છે, જેમ કે સ્વયંચાલિત અપડેટ્સ માટે, ત્યારે આ નંબર અને તમારા ઇન્સ્ટોલેશન (ઉદાહરણ તરીકે, ઑપરેટિંગ સિસ્ટમ પ્રકાર અને એપ્લિકેશન સંસ્કરણ નંબર) વિશેની માહિતી Google ને મોકલવામાં આવી શકે છે . .
-
સ્થાનિક સ્ટોરેજ
અમે બ્રાઉઝર વેબ સ્ટોરેજ (HTML 5 સહિત) અને એપ્લિકેશન ડેટા કૅશેસ જેવી મેકેનિઝમનો ઉપયોગ કરીને તમારા ઉપકરણ પર સ્થાનિક રીતે માહિતીને (વ્યક્તિગત માહિતી સહિત) એકત્રિત અને સ્ટોર કરી શકીએ છીએ.
-
કૂકીઝ અને સમાન તકનીકો
જ્યારે તમે કોઈ Google સેવાનો ઉપયોગ કરો છો ત્યારે અમે અને અમારા ભાગીદારો માહિતીને એકત્રિત અને સ્ટોર કરવા માટે વિભિન્ન તકનીકોનો ઉપયોગ કરીએ છીએ અને આમાં તમારા બ્રાઉઝર અથવા ઉપકરણને ઓળખવા માટે કુકીઝ અથવા સમાન તકનીકોના ઉપયોગનો સમાવેશ થઇ શકે છે. જ્યારે તમે અમારા ભાગીદારોને અમે ઑફર કરેલી સેવાઓ, જેમ કે જાહેરાત સેવાઓ અથવા અન્ય સાઇટ્સ પર દેખાઈ શકે તેવી Google સુવિધાઓ સાથે સંચાર કરો છો, ત્યારે પણ અમે આ માહિતીને એકત્રિત કરવા અને સંગ્રહિત કરવા માટે તકનીકોનો ઉપયોગ કરીએ છીએ. અમારું Google Analytics ઉત્પાદન, વ્યવસાયો અને સાઇટ માલિકોને તેઓની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ પરનાં ટ્રાફિકનું વિશ્લેષણ કરવામાં સહાય કરે છે. જ્યારે અમારી જાહેરાત સેવાઓનાં જોડાણમાં ઉપયોગમાં લેવામાં આવે, જેમ કે જેઓ DoubleClick કુકીનો ઉપયોગ કરી રહ્યાં છે, ત્યારે Google Analytics માહિતીને Google તકનીકનો ઉપયોગ કરીને, Google Analytics ગ્રાહક અથવા Google દ્વારા, વિવિધ સાઇટ્સની મુલાકાતો વિશેની માહિતી સાથે લિંક કરેલ હોય છે.
-
અમે તમારા વિશે ભાગીદારો પાસેથી મેળવીએ છીએ તે માહિતી ઉપરાંત, જ્યારે તમે Google માં સાઇન ઇન કરેલું હોય ત્યારે અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તે તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલી હોઈ શકે. જ્યારે માહિતી તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલી હોય, ત્યારે અમે તેને અંગત માહિતી તરીકે લઇએ છીએ. તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી સુધી કેવી રીતે પહોંચવું, તેનું સંચાલન કરવું કે તેને કાઢી નાખવી તે વિશે વધુ માહિતી માટે, આ નીતિના પારદર્શિતા અને પસંદ વિભાગની મુલાકાત લો.
અમે એકત્રિત કરેલી તે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
અમારી તમામ સેવાઓમાંથી અમે એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ જાળવી રાખવા, વધુ સારી સેવા આપવા, તેને સુધારવા માટે, નવી કોઈ વિકસિત કરવા, અને Google અને અમારા વપરાશકર્તાઓની સુરક્ષિતતા જાળવવા માટે કરીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ તમને બંધબેસતી સામગ્રી બતાવવા માટે પણ કરીએ છીએ – જેમ કે તમને વધુ સંગત શોધ પરિણામો અને જાહેરાતો આપવી.
તમારા Google પ્રોફાઇલ માટે તમે આપેલા નામનો ઉપયોગ અમે Google એકાઉન્ટ જરૂરી છે એવી તમામ સેવાઓમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. તે ઉપરાંત, તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલા પાછલા નામોને બદલી શકીએ છીએ જેથી અમારી તમામ સેવાઓમાં તમને સુસંગત રીતે પ્રસ્તુત કરવામાં આવે. જો અન્ય વપરાશકર્તાઓની પાસે પહેલાંથી તમારો હોય અથવા તમને ઓળખતી અન્ય માહિતી હોય, તો અમે તેમને તમારી સાર્વજનિક રીતે દૃશ્યક્ષમ Google પ્રોફાઇલ માહિતી બતાવી શકીએ છીએ, જેમકે તમારું નામ અને ફોટો.
જો તમારી પાસે એક Google એકાઉન્ટ હોય, તો અમે તમારું પ્રોફાઇલ નામ, પ્રોફાઇલ ફોટો અને તમે Google પર અથવા અમારી સેવાઓમાં તમારા Google એકાઉન્ટથી કનેક્ટ કરેલ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ પર લો છો તે ક્રિયાઓ (જેમ કે પસંદ કરવું, તમે લખો છો તે સમીક્ષાઓ અને તમે પોસ્ટ કરો છો તે ટિપ્પણીઓ)ને પ્રદર્શિત કરી શકીએ છીએ જેમાં જાહેરાતો અને અન્ય વ્યાવસાયિક સંદર્ભોમાં પ્રદર્શિત કરવું શામેલ છે. તમે તમારા Google એકાઉન્ટમાં શેરિંગ અથવા દૃશ્યતા મર્યાદિત કરો સેટિંગ્સની પસંદગીઓનો અમે આદર કરીશું.
જ્યારે તમે Google નો સંપર્ક કરો છો, ત્યારે તમને આવતી કોઈપણ સમસ્યાઓમાં સહાય કરવા માટે અમે તમારા સંદેશાનો રેકોર્ડ રાખીશું. અમે તમારા ઇમેઇલ સરનામાંનો ઉપયોગ અમારી સેવાઓ વિશે માહિતી આપવા કરી શકીએ છીએ, જેમ કે તમને આગામી ફેરફારો અથવા સુધારણાઓ વિશે જણાવવા.
તમારો વપરાશકર્તા અનુભવ અને અમારી સેવાઓની ગુણવત્તાને વધુ સારી બનાવવા માટે અમે કુકીઝ અને અન્ય તકનીકો, જેમકે પિક્સેલ ટૅગ્સનો ઉપયોગ કરીએ છીએ. અમારી પોતાની સેવાઓ પર આ કરવા માટે અમે ઉપયોગમાં લઈએ છીએ તે ઉત્પાદનો પૈકી એક છે Google Analytics. ઉદાહરણ તરીકે, તમારી ભાષા પસંદગીઓને સાચવવાથી, અમે અમારી સેવાઓને તમારી પસંદ કરેલી ભાષામાં બતાવી શકીશું. તમને જરૂરિયાતો અનુસાર જાહેરાતો બતાવતી વખતે, અમે જાતિ, ધર્મ, લૈંગિક કામુકતા અથવા આરોગ્ય પર આધારિત એવી સંવેદનશીલ પ્રકારની કોઈ કેટેગરી સાથે કુકી માંથી આઇડેન્ટીફાયર અથવા સમાન તકનીકોને જોડીશું નહીં.
અમારી સ્વચલિત સિસ્ટમ્સ તમને કસ્ટમાઇઝ કરેલ શોધ પરિણામો, સમાયોજિત જાહેરાતો અને સ્પામ અને માલવેર શોધ જેવા વ્યક્તિગત રૂપે સંગત ઉત્પાદનો પ્રદાન કરવા માટે તમારી સામગ્રી (ઇમેઇલ્સ સહિત)નું વિશ્લેષણ કરે છે.
અમે એક સર્વિસ પાસેથી મળેલી અંગત માહિતીને અન્ય Google સર્વિસીસની અંગત માહિતી સહિતની માહિતી સાથે જોડી શકીએ છીએ – ઉદાહરણ તરીકે તમે જાણતા હો તેવા લોકો સાથે મુદ્દાઓને વહેંચવાનું વધારે સરળ બનાવવું. તમારા એકાઉન્ટ સેટિંગ્સ આધારિત, અન્ય સાઇટ્સ અને ઍપ્લિકેશન્સ પરની તમારી પ્રવૃત્તિને Google ની સર્વિસીસ અને Google દ્વારા વિતરિત કરાતી જાહેરાતોને સુધારવાના હેતુસર તમારી અંગત માહિતી સાથે સાંકળવામાં આવી શકે.
આ ગોપનીયતા નીતિમાં નિર્ધારિત કરેલા હોય તે સિવાયના હેતુઓ માટે માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં અમે તમારી સંમતિ માટે પૂછીશું.
Google દુનિયાભરના ઘણા દેશોમાં અમારા સર્વર્સ પર અંગત માહિતીની પ્રક્રિયા કરે છે. તમારા રહેઠાણના દેશની બહાર સ્થિત સર્વર પરની તમારી અંગત માહિતી પર અમે પ્રક્રિયા કરીએ તેવું બની શકે.
પારદર્શિતા અને પસંદ
લોકોને વિભિન્ન ગોપનીયતાની બાબતો હોય છે. અમારો ઉદ્દેશ્ય અમે કઈ માહિતી ભેગી કરીએ છીએ તે વિશે સ્પષ્ટતા કરવાનો છે, જેથી તમે તેનો ઉપયોગ કેવી રીતે થવાનો છે તે વિશે અર્થપૂર્ણ પસંદગીઓ કરી શકો. ઉદાહરણ તરીકે, તમે:
- જ્યારે તમે Google સેવાઓનો ઉપયોગ કરતાં હો ત્યારે તમે તમારા એકાઉન્ટમાં કઈ પ્રકારનો ડેટા, જેમકે YouTube પર તમે જોયેલ વિડિઓ અથવા ભૂતકાળની શોધો, સચવાય તેવું ઈચ્છો છો તે નક્કી કરવા માટે તમારા Google પ્રવૃત્તિ નિયંત્રણોની સમીક્ષા કરો અને અપડેટ કરો. તમે તમારા એકાઉન્ટમાંથી સાઉન આઉટ કર્યું હોય તે વખતે જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમારા ઉપકરણ પર કુકી અથવા સમાન તકનીકમાં અમુક પ્રવૃત્તિ સંગ્રહિત કરવી કે નહીં તેને સંચાલિત કરવા માટે આ નિયંત્રણોની મુલાકાત પણ લઈ શકો છો.
- Google ડેશબોર્ડનો ઉપયોગ કરીને તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલી અમુક પ્રકારની માહિતીની સમીક્ષા અને નિયંત્રણ કરી શકો.
- તમને તમારી રુચિ હોઈ શકે તેવી કૅટેગરીઝ જેવી જાહેરાત સેટિંગ્સનો ઉપયોગ કરીને Google અને સમગ્ર વેબ પર તમને બતાવવામાં આવતી Google જાહેરાતો વિશેની તમારી પસંદગીઓ જુઓ અને સંપાદિત કરો. તમે અમુક Google જાહેરાત સેવાઓને નાપસંદ કરવા માટે પણ તે પૃષ્ઠની મુલાકાત લઈ શકો છો.
- તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલી પ્રોફાઇલ અન્ય લોકોને કેવી દેખાય છે તે સમાયોજિત કરો.
- તમારા Google એકાઉન્ટ મારફતે તમે કોને માહિતી શેર કરો છો તે નિયંત્રિત કરો.
- તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલી અમારી સેવાઓમાંથી ઘણીની માહિતી લો.
- જાહેરાતોમાં દેખાતી મિત્રોની ભલામણોમાં તમારું પ્રોફાઇલ નામ અને પ્રોફાઇલ ફોટો દેખાય કે નહીં તે પસંદ કરો.
તમે તમારા બ્રાઉઝરને અમારી સેવાઓ સાથે સંકળાયેલી કુકીઝ સહિત તમામ કુકીઝ અવરોધિત કરવા, અથવા અમારા દ્વારા સેટ કરવામાં આવલી કૂકીને સૂચવવા માટે પણ સેટ કરી શકો છો. જો કે, એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે અમારી ઘણી સેવાઓ તમારી કુકીઝ અક્ષમ હોવા પર ઠીકથી કાર્ય કરી શકશે નહીં. ઉદાહરણ તરીકે, અમને તમારી ભાષા પ્રાથમિક્તાઓ યાદ ન હોય.
તમે આદાનપ્રદાન કરો છો તે માહિતી
અમારી ઘણી બધી સેવાઓ તમને અન્ય લોકો સાથે માહિતી આદાનપ્રદાન કરવા દે છે. યાદ રાખો કે જ્યારે તમે માહિતીને સાર્વજનિક રૂપે આદાનપ્રદાન કરો છો, ત્યારે તે Google સહિતના શોધ એંજીન્સ દ્વારા અનુક્રમણિકા કરવા યોગ્ય હોઈ શકે છે. અમારી સેવાઓ તમને તમારી સામગ્રીને કેવી રીતે આદાનપ્રદાન કરવી અને દૂર કરવી તેના વિભિન્ન વિકલ્પો આપે છે.
તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ અને અપડેટ કરવી
જ્યારે પણ તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે અમારું લક્ષ્ય તમને તમારી વ્યક્તિગત માહિતીની ઍક્સેસ આપવાનો હોય છે. જો તે માહિતી ખોટી હોય, તો અમે તેને ઝડપથી અપડેટ કરવા અથવા તેને કાઢવા માટેની રીતો આપવા માટે સખત પ્રયાસ કરીએ છીએ – સિવાય કે અમારે તે માહિતીને કાયદેસરના વ્યવસાય અથવા કાનૂની ઉદ્દેશ્યો માટે રાખવી હોય.
અમારી સેવાઓને અમે એ રીતે જાળવવા માંગીએ છીએ કે જે માહિતીને આકસ્મિકરૂપે અથવા દુર્ભાવનાપૂર્ણ વિનાશથી સુરક્ષિત કરે એવું અમારું લક્ષ્ય છે. આને લીધે, તમે અમારી સેવાઓથી માહિતી કાઢી નાંખો તે પછી, અમે અમારા સક્રિય સર્વર્સથી શેષ કૉપિઓને તરત કાઢી શકતાં નથી અને અમારા બૅકઅપ સિસ્ટમ્સમાંથી માહિતીને દૂર કરી શકતાં નથી.
અમારા દ્વારા વહેંચવામાં આવતી માહિતી
નીચેના સંજોગોમાંથી કોઈ એક લાગુ ન પડે ત્યાં સુધી અમે કંપનીઓ, સંસ્થાઓ અને Google બહારની વ્યક્તિઓ સાથે અંગત માહિતી વહેંચતા નથી:
-
તમારી સંમતિ મેળવીને
અમારી પાસે તમારી સંમતિ હોય ત્યારે અમે તમારી અંગત માહિતીને Google બહારની વ્યક્તિઓ, કંપનીઓ, અથવા સંગઠનો સાથે વહેંચીશું. કોઇ સંવેદનશીલ અંગત માહિતીને વહેંચવા અમારા માટે તમારી સંમતિ હોવી આવશ્યક બને છે.
-
ડોમેન વ્યવસ્થાપકો સાથે
જો તમારા Google એકાઉન્ટનું સંચાલન તમારા માટે કોઈ ડોમેન વ્યવસ્થાપક દ્વારા (ઉદાહરણ તરીકે, G Suite વપરાશકારો માટે) કરવામાં આવે, તો તમારા ડોમેન વ્યવસ્થાપક અને પુનર્વિક્રેતાઓ જેઓ તમારી સંસ્થાને વપરાશકાર સહાયતા આપતા હોય, તેઓ તમારા Google એકાઉન્ટની માહિતીની (તમારો ઇમેલ અને અન્ય ડેટા સહિત) પહોંચ ધરાવતા હશે. તમારા ડોમેન વ્યવસ્થાપક આ કરવામાં સક્ષમ હોઈ શકે છે:
- તમારા એકાઉન્ટ સંબંધિત આંકડાકીય એપ્લિકેશન્સ તમે ઇન્સ્ટોલ કરી હોય તેની આંકડાકીય માહિતી જોવી.
- તમારો એકાઉન્ટ પાસવર્ડ બદલી શકે છે.
- તમારા એકાઉન્ટની પહોંચને રદ અથવા સમાપ્ત કરી શકે છે.
- તમારા એકાઉન્ટના ભાગ તરીકે સંઘરેલી માહિતી સુધી પહોંચી શકે છે અથવા તેને જાળવી રાખી શકે છે.
- લાગુ પડતો કાયદો, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા અમલ કરવા યોગ્ય સરકારી વિનંતીને સંતોષવા માટે તમારી એકાઉન્ટ માહિતી મેળવી શકે છે.
- માહિતી અથવા ગોપનીયતા સેટિંગ્સને કાઢી નાખવાની અથવા સુધારવાની તમારી ક્ષમતાને પ્રતિબંધિત કરી શકે છે.
કૃપા કરી વધુ માહિતી માટે તમારા ડોમેન વ્યવસ્થાપકની ગોપનીયતા નીતિ વાંચો.
-
બાહ્ય પ્રક્રિયા કરવા માટે
અમે અમારા નિર્દેશો અને અમારી ગોપનીયતા નીતિના આધારે અને અન્ય કોઇ યોગ્ય ગુપ્તતા અને સુરક્ષા માપદંડો સાથે સુસંગત રહીને અમારા આનુષંગિકો અથવા અન્ય વિશ્વસનીય વ્યવસાયો અથવા વ્યક્તિઓ અંગત માહિતીને અમારા માટે પ્રક્રિયા કરે તે માટે તેઓને આપીએ છીએ.
-
કાનૂની કારણોસર
અમે Google બહારની વ્યક્તિઓ, કંપનીઓ, અથવા સંસ્થાઓ સાથે અંગત માહિતી માત્ર ત્યારેજ વહેંચીશું જ્યારે અમને વિશ્વાસ હોય કે માહિતીની પહોંચ, ઉપયોગ, જાળવણી અથવા પ્રગટીકરણ વ્યાજબી રૂપે આ માટે જરૂરી છે:
- કોઇ લાગુ પડતો કાયદો, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા લાગુ કરવા યોગ્ય સરકારી વિનંતીને સંતોષવી.
- સંભવિત ઉલ્લંઘનોની તપાસ સહિત લાગુ સેવાની શરતોનો અમલ કરવા.
- કપટ, સુરક્ષા અથવા તકનીકી સમસ્યાઓ શોધવી, અટકાવવી અથવા અન્યથા સંબોધવી.
- અમારા વપરાશકર્તાઓ અથવા જાહેર જનતાને કાયદેસર જરૂરી કે અથવા કાયદા દ્વારા મંજૂરી હોય તે મુજબ Google નાં અધિકારો, સંપત્તિ અથવા સલામતીને થતા નુકસાનથી સંરક્ષણ આપવું.
અમે અંગત સ્વરૂપે ઓળખી ન શકાતી માહિતી સાર્વજનિક રૂપે અને અમારા ભાગીદારો – જેમ કે પ્રકાશકો, જાહેરાતકર્તાઓ અથવા જોડાયેલી સાઇટ્સ – સાથે વહેંચીએ તેવું બની શકે. ઉદાહરણ તરીકે, અમારી સર્વિસીસના સામાન્ય ઉપયોગ વિશે વલણો દર્શાવવા અમે માહિતીને સાર્વજનિક રૂપે વહેંચીએ તેવું બની શકે.
જો Google કોઈ વિલયન, સંપાદન અથવા મિલકત વેચાણમાં સામેલ થાય, તો અમે કોઇપણ અંગત માહિતીની ગુપ્તતાની ખાતરી કરાવવાનું અને અંગત માહિતી સ્થળાંતરિત કરવામાં આવે અથવા તે ભિન્ન ગોપનીયતા નીતિને પાત્ર બને તે પહેલાં પ્રભાવિત વપરાશકારોને સૂચના આપવાનું ચાલુ રાખીશું.
માહિતીની સુરક્ષા
અમે Google અને અમારા વપરાશકર્તાઓને અનધિકૃત ઍક્સેસથી અથવા અનધિકૃત ફેરફારો, પ્રગટીકરણ અથવા અમારી પાસેની માહિતીના વિનાશથી સુરક્ષિત કરવા માટે સખત પરિશ્રમ કરીએ છીએ. ખાસ કરીને:
- અમે SSL નો ઉપયોગ કરીને અમારી ઘણી સેવાઓને એન્ક્રિપ્ટ કરીએ છીએ.
- જ્યારે તમે Google Chrome માં તમારું Google એકાઉન્ટ અને સલામત બ્રાઉઝિંગ સુવિધાને ઍક્સેસ કરો છો, ત્યારે અમે તમને બે પગલાં ચકાસણી કરવા આપીએ છીએ.
- અમે સિસ્ટમ્સમાં અનધિકૃત ઍક્સેસ સામે રક્ષણ કરવા માટે ભૌતિક સુરક્ષા માપદંડો સહિત અમારી માહિતીના સંગ્રહ, સ્ટોરેજ અને પ્રક્રિયાના સિદ્ધાંતોની સમીક્ષા કરીએ છીએ.
- અમે Google નાં કર્મચારીઓ, કોંટ્રાક્ટર્સ અને કે જેમને અમારા માટે પ્રક્રિયા કરવા વ્યક્તિગત માહીતી ને એક્સેસ કરવાનું આવશ્યક છે, તેમને તે માહિતીં એક્સેસ કરવાનું નિયંત્રિત કરીએ છીએ અને જો તેઓ આ કરાર મુજબના ગુપ્તતા બંધનોને આધિન હોય, તેનું ચોક્ક્સપણે પાલન ન કરવામાં નિષ્ફળ જાય તો તેમના ઉપર કાર્યવાહી થઈ શકે છે અથવા તેમને બરતરફ કરવામાં આવી શકે છે.
આ ગોપનીયતા નીતિ ક્યારે લાગુ થાય છે
અમારી ગોપનીયતા નીતિ Google LLC અને તેની સાથે જોડાયેલા સભ્યો દ્વારા અપાતી તમામ સેવાઓ પર લાગુ થાય છે જેમાં YouTube, Android ઉપકરણો પર Google દ્વારા પૂરી પડાતી સેવાઓ અને અન્ય સાઇટ્સ પર આપવામાં આવતી સેવાઓનો (જેમ કે અમારી જાહેરાત સેવાઓનો) સમાવેશ થાય છે, પણ આ ગોપનીયતા નીતિ ન સમાવતી અલગ ગોપનીયતા નીતિઓ ધરાવતી સેવાઓ બાકાત રહે છે.
અમારી ગોપનીયતા નીતિ શોધ પરિણામોમાં તમને દેખાતા ઉત્પાદનો અથવા સાઇટ્સ સહિત અન્ય કંપનીઓ અથવા વ્યક્તિઓ દ્વારા ઑફર કરવામાં આવતી સેવાઓ, Google સેવાઓ શામેલ હોઈ શકે તેવી સાઇટ્સ, અથવા અમારી સેવાઓ સાથે લિંક થયેલ અમારી અન્ય સાઇટ્સને લાગુ થતી નથી. અમારી ગોપનીયતા નીતિ અન્ય કંપનીઓ અને સંગઠનોના સિદ્ધાંતોની માહિતીને આવરી લેતી નથી જે અમારી સેવાઓની જાહેરાત કરે છે, અને જે કૂકીઝ, પિક્સેલ ટૅગ્સ અને અન્ય તકનીકોનો સંબંધિત જાહેરાતો સર્વ કરવા અને ઑફર કરવા માટે ઉપયોગ કરી શકે છે.
નિયમન અધિકારીઓ સાથે અનુપાલન અને સહયોગ
અમે નિયમિત રૂપે અમારી ગોપનીયતા નીતિ સાથેના અમારા અનુપાલનની સમીક્ષા કરીએ છીએ. અમે EU-US અને Swiss-US Privacy Shield Frameworks સહિત કેટલીક સ્વ નિયમન ફ્રેમવર્કનું પણ પાલન કરીએ છીએ. જ્યારે અમને ઔપચારિક લેખિત ફરિયાદો પ્રાપ્ત થાય, ત્યારે અમે ફોલો અપ માટે ફરિયાદ કરનાર વ્યક્તિનો સંપર્ક કરીશું. અમે પ્રત્યક્ષ રીતે અમારા વપરાશકર્તાઓ સાથે ઉકેલ લાવી ન શકે તેવા વ્યક્તિગત ડેટાના સ્થાનાંતરણ અંગેની કોઈપણ ફરિયાદોને ઉકેલવા માટે, અમે સ્થાનિક ડેટા સુરક્ષા અધિકારીઓ સહિત ઉચિત નિયમન અધિકારીઓ સાથે કામ કરીએ છીએ.
ફેરફારો
અમારી ગોપનીયતા નીતિ સમયે સમયે બદલાઈ શકે છે. અમે આ ગોપનીયતા નીતિ અંતર્ગત તમારા અધિકારોને, તમારી સ્પષ્ટ સંમતિ વિના ઘટાડીશું નહીં. અમે આ પૃષ્ઠ પર બદલાતી કોઈપણ ગોપનીયતા નીતિ પોસ્ટ કરીશું, અને જો ફેરફારો મહત્વપૂર્ણ હોય તો, અમે વધુ વિગતવાર સૂચના (અમુક ચોક્કસ સેવાઓ માટે, ગોપનીયતા નીતિના ફેરફારોની ઇમેઇલ સહિત) મોકલીશું. અમે આ ગોપનીયતા નીતિના અગાઉનાં સંસ્કરણોંને આર્કાઇવમાં તમારી સમીક્ષા માટે રાખીશું.
વિશિષ્ટ ઉત્પાદન સિદ્ધાંતો
નીચેની સૂચનાઓ વિશિષ્ટ ગોપનીયતા સિદ્ધાંતોને તમે ઉપયોગમાં લઈ શકો છો તેવા કેટલાક Google ઉત્પાદનો અને સેવાઓને ધ્યાનમાં રાખીને સમજાવે છે:
- Chrome અને Chrome OS
- Play Books
- Payments
- Fiber
- Project Fi
- G Suite for Education
- બાળકો માટે YouTube
- કૌટુંબિક લિંક સાથે સંચાલિત Google એકાઉન્ટ
અમારી કેટલીક સૌથી લોકપ્રિય સેવાઓ વિશે વધુ માહિતી માટે, તમે Google ઉત્પાદન ગોપનીયતા માર્ગદર્શિકાની મુલાકાત લઈ શકો છો.
અન્ય ઉપયોગી ગોપનીયતા અને સુરક્ષા સંબંધિત સામગ્રીઓ
વધુ ઉપયોગી ગોપનીયતા અને સુરક્ષા સંબંધી સામગ્રીઓ આ સહિત Google ના નીતિઓ અને સિદ્ધાંતો પૃષ્ઠો પર મળી શકે છે:
- અમારી તકનીકો અને સિદ્ધાંતો વિશેની માહિતી, જેમાં અન્ય વસ્તુઓની સાથે આના પરની વધુ માહિતીનો સમાવેશ થાય છે:
- Google કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરે છે.
- તકનીકો કે જેનો ઉપયોગ અમે જાહેરાત માટે કરીએ છીએ.
- કેવી રીતે અમે નમૂનાઓને ઓળખીએ છીએ જેમ કે ચહેરા.
- એક પૃષ્ઠ જે સમજાવે છે કે જ્યારે તમે અમારી જાહેરાત, analytics અને સામાજિક ઉત્પાદનોનો ઉપયોગ કરતી વેબસાઇટ્સની મુલાકાત લો છો ત્યારે Google સાથે કયો ડેટા શેર કરવામાં આવે છે.
- ગોપનીયતા તપાસ સાધન, જે તમારી મુખ્ય ગોપનીયતા સેટિંગ્સની સમીક્ષા સરળ બનાવે છે.
- Google નું સુરક્ષા કેન્દ્ર, જે ઓનલાઇન કેવી રીતે સુરક્ષિત અને સલામત રહેવું તે અંગેની માહિતી પ્રદાન કરે છે.
ઉદાહરણ
"તમારી વ્યક્તિગત માહિતીની ઍક્સેસ"
ઉદાહરણ તરીકે, Google ડેશબોર્ડ સાથે તમે તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલ કેટલાક ડેટાને ઝડપથી અને સરળતાથી જોઈ શકો છો.ઉદાહરણ
"તમને સૌથી વધુ ઉપયોગી જણાતી જાહેરાતો"
ઉદાહરણ તરીકે, જો તમે બાગકામ વિશે વેબસાઇટ્સ અને બ્લોગ્સની વારંવાર મુલાકાત લો છો, તો વેબને બ્રાઉઝ કરતાંની સાથે તમને બાગકામથી સંબંધિત જાહેરાતો દેખાઈ શકે છે.ઉદાહરણ
"જાહેરાત સેવાઓ"
ઉદાહરણ તરીકે, જો તમે બાગકામ વિશે અમારી જાહેરાતો બતાવતી વેબસાઇટ્સ અને બ્લોગ્સની વારંવાર મુલાકાત લો છો, તો વેબને બ્રાઉઝ કરતાંની સાથે તમને બાગકામથી સંબંધિત જાહેરાતો દેખાવાનું શરૂ થઈ શકે છે.ઉદાહરણ
"અને અન્ય સેન્સર્સ"
તમારા ઉપકરણમાં સેન્સર્સ હોઈ શકે છે જે તમારા સ્થાનની બહેતર સમજમાં સહાયતા માટે માહિતી પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, ઍક્સેલરોમીટરનો ઉપયોગ ઝડપ જેવી વસ્તુઓ નિર્ધારિત કરવા અથવા જાઇરોસ્કોપનો ઉપયોગ મુસાફરીની દિશાને સમજવા માટે થઈ શકે છે.ઉદાહરણ
"માહિતી ભેગી કરો"
આમાં તમારા વપરાશ ડેટા અને પસંદગીઓ, Gmail સંદેશા, G+ પ્રોફાઇલ, ફોટા, વિડિઓઝ, બ્રાઉઝિંગ ઇતિહાસ, નકશા શોધ, દસ્તાવેજો અથવા અન્ય Google-દ્વારા હોસ્ટ કરાયેલ સામગ્રી જેવી માહિતી શામેલ છે.ઉદાહરણ
"અન્ય Google સેવાઓમાંની વ્યક્તિગત માહિતી સહિત, એક સેવાની વ્યક્તિગત માહિતીને માહિતી સાથે સંયોજિત કરો"
ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન હોવ છો અને Google પર શોધ કરો છો, તો તમે સાર્વજનિક વેબથી તમારા મિત્રોના પૃષ્ઠો, ફોટા અને Google+ પોસ્ટ્સ સહિત શોધ પરિણામો જોઈ શકો છો અને જે લોકો તમને જાણે છે અથવા તમને Google+ પર અનુસરો છે તે લોકો કદાચ તેમના શોધ પરિણામોમાં તમારી પોસ્ટ્સ અને પ્રોફાઇલ જોઈ શકે છે.ઉદાહરણ
"લોકો સાથે કનેક્ટ થાઓ"
ઉદાહરણ તરીકે, તમને Gmail જેવા અન્ય Google ઉત્પાદનો પર લોકો સાથે તમારા કનેક્શન્સ હોય તેના આધારેતમે જાણતાં હોવ અથવા Google+ પર કનેક્ટ થવા માગતા હોવ તેવા લોકોની સૂચનાઓ મળી શકે છે અને લોકો કે જેમની સાથે તમારું કનેક્શન હોય તે તમારી પ્રોફાઇલને સૂચન તરીકે જોઈ શકે છે.ઉદાહરણ
"ક્રેડિટ કાર્ડ"
જો કે અમે હાલમાં સાઇન અપ દરમિયાન ક્રેડિટ કાર્ડ માટે પૂછતાં નથી, એક નાના ક્રેડિટ કાર્ડ વ્યવહાર મારફતે તમારી ઉંમરને ચકાસવી એ Google એકાઉન્ટ ધરાવવા માટે તમે નાના છો તે સૂચવતી જન્મતારીખ દાખલ કરી દો તે પછી તમારું એકાઉન્ટ અક્ષમ કરી દેવાયું હતું તે સ્થિતિમાં તમે અમારી વય આવશ્યકતાઓને પૂર્ણ કરી છે તેની પુષ્ટિ કરવા માટેની એક રીત છે.ઉદાહરણ
"નવા વિકસિત કરો"
ઉદાહરણ તરીકે, Google ના જોડણી પરીક્ષણ સૉફ્ટવેરનો વિકાસ પૂર્વની શોધો કે જ્યાં વપરાશકર્તાઓએ તેમની પોતાની જોડણી સુધારી છે તેનું વિશ્લેષણ કરીને થયો હતો.ઉદાહરણ
"ઉપકરણ ઓળખાણકર્તા"
ઉપકરણ ઓળખકર્તાથી Google, તમે અમારી સેવાઓને ઍક્સેસ કરવા માટે કયા અનન્ય ઉપકરણનો ઉપયોગ કરો છો તે ઓળખી શકે છે, જેનો ઉપયોગ તમારા ઉપકરણ પર અમારી સેવાને કસ્ટમાઇઝ કરવા માટે અથવા અમારી સેવાઓથી સંબંધિત કોઈપણ ઉપકરણ સમસ્યાઓનું વિશ્લેષણ કરવા માટે થઈ શકે છે.ઉદાહરણ
"ઉપકરણ-વિશિષ્ટ માહિતી"
ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા ડેસ્કટૉપથી Google Play ની મુલાકાત લો છો, ત્યારે Google આ માહિતીનો ઉપયોગ કયા ઉપકરણો પર તમારી ખરીદીઓ ઉપયોગ માટે ઉપલબ્ધ રહે તે નક્કી કરવામાં તમારી સહાય કરી શકે છે.ઉદાહરણ
"તમારા વપરાશકર્તા અનુભવને બહેતર બનાવો"
ઉદાહરણ તરીકે, અમારી સેવાઓ સાથે વપરાશકર્તાઓ કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે તેનું વિશ્લેષણ કરવાની કૂકીઝ અમને મંજૂરી આપે છે.ઉદાહરણ
"કાનૂની પ્રક્રિયા અથવા લાગુ સરકારી વિનંતી"
અન્ય તકનીકી અને સંચાર કંપનીઓની જેમ, Google ને દુનિયાભરની સરકારો અને અદાલતો પાસેથી વપરાશકારના ડેટા આપવાની વિનંતીઓ નિયમિતપણે મળે છે. અમારી કાનૂની ટીમ, વિનંતીના પ્રકાર પરને ધ્યાનમાં લીધા વગર દરેક વિનંતીની સમીક્ષા કરે છે અને વિનંતીઓ વધારે પડતી વિસ્તૃત હોય અથવા યોગ્ય પ્રક્રિયાને ન અનુસરે ત્યારે અમે આવી વિનંતીઓને અવારનવાર પાછી મોકલીએ છીએ.ઉદાહરણ
"શેરિંગ અથવા દૃશ્યતા મર્યાદિત કરો સેટિંગ્સ"
ઉદાહરણ તરીકે, તમે તમારી સેટિંગ્સ પસંદ કરી શકો છો જેથી તમારું નામ અને ફોટો જાહેરાતમાં દેખાય નહીં.ઉદાહરણ
"બહુવિધ સાઇટ્સની મુલાકાતો વિશેની માહિતી સાથે લિંક કરેલ"
Google Analytics એ પ્રથમ-પક્ષ કૂકીઝ પર આધારિત છે. Google Analytics મારફતે જનરેટ કરેલ ડેટા, Google તકનીકનો ઉપયોગ કરીને, Google Analytics ગ્રાહક અથવા Google દ્વારા અન્ય વેબસાઇટ્સની મુલાકાતોથી સંબંધિત તૃતીય-પક્ષ કૂકીઝ સાથે લિંક થઈ શકે છે, ઉદાહરણ તરીકે જ્યારે કોઈ જાહેરાતકર્તા તેના Google Analytics ડેટાનો ઉપયોગ વધુ સુસંગત જાહેરાતો બનાવવા માટે અથવા તેના ટ્રાફિકને વધુ વિશ્લેષિત કરવા માટે કરવા ઇચ્છે છે.ઉદાહરણ
"જાળવવા"
ઉદાહરણ તરીકે, અમે અમારા સિસ્ટમ્સ હેતુપૂર્વક રીતે કામ કરી રહ્યાં છે તે તપાસવા અને ભૂલોને શોધવા અને ઠીક કરવા માટે તેને સતત મૉનિટર કરીએ છીએ.ઉદાહરણ
"તમારા વાસ્તવિક સ્થાન વિશે માહિતી ભેગી કરી અને તેની પર પ્રક્રિયા કરી શકે છે"
ઉદાહરણ તરીકે, Google નકશો તમારા વર્તમાન સ્થાન પર નકશા દૃશ્યને કેન્દ્રિત કરી શકે છે.ઉદાહરણ
"ઠીકથી કાર્ય કરી શકશે નહીં"
ઉદાહરણ તરીકે, અમે ‘lbcs’ તરીકે ઓળખાતી એક કૂકીનો ઉપયોગ કરીએ છીએ જે એક બ્રાઉઝરમાં ઘણાં Google દસ્તાવેજ ખોલવાનું શક્ય બનાવે છે.ઉદાહરણ
"અને અમારા ભાગીદારો"
અમે જાહેરાત અને સંશોધનના હેતુઓથી, વિશ્વસનીય વ્યવસાયોને અમારી સેવાઓ પર કુકીઝ અથવા સમાન તકનીકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપીએ છીએ.ઉદાહરણ
"ફોન નંબર"
ઉદાહરણ તરીકે, જો તમે પુનઃપ્રાપ્તિ વિકલ્પ તરીકે ફોન નંબર ઉમેરો છો, તો જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ છો, તો Google તમને તેને ફરીથી સેટ કરવામાં સક્ષમ કરવા માટે એક કોડ સાથેનો ટેક્સ્ટ સંદેશ મોકલી શકે છે.ઉદાહરણ
"Google અને અમારા વપરાશકર્તાઓની સુરક્ષા કરો"
ઉદાહરણ તરીકે, જો તમે તમારી ઇમેઇલની અનધિકૃત ઍક્સેસ વિશે ચિંતિત છો, તો Gmail માંની "છેલ્લી એકાઉન્ટ પ્રવૃત્તિ" તમારા ઇમેઇલમાં તાજેતરની પ્રવૃત્તિ વિશે તમને માહિતી બતાવે છે, જેમકે તમારી મેઇલને ઍક્સેસ કરનાર IP સરનામાં, સંકળાયેલ સ્થાન તેમજ સમય અને તારીખ.ઉદાહરણ
"સુરક્ષિત કરવા"
ઉદાહરણ તરીકે, સ્વચલિત દુરુપયોગ સામે અમારી સેવાઓનું રક્ષણ કરવું એ અમે IP સરનામાં ભેગા કરી અને વિશ્લેષિત કરીએ છીએ તેનું એક કારણ છે.ઉદાહરણ
"પ્રદાન કરવા"
ઉદાહરણ તરીકે, તમારા ઉપકરણને સોંપવામાં આવેલ IP સરનામાંનો ઉપયોગ તમે વિનંતી કરેલ ડેટાને તમારા ઉપકરણ પર પાછો મોકલવા માટે થાય છે.ઉદાહરણ
"શેર કરવું"
ઉદાહરણ તરીકે, Google+ સાથે, તમારી પાસે ઘણા જુદા-જુદા શેરિંગ વિકલ્પો હોય છે.ઉદાહરણ
"અન્ય લોકો સાથે શેર કરવું વધુ ઝડપી અને સરળ છે"
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પહેલાંથી એક સંપર્ક હોય, તો જો તમે Gmail માં કોઈ સંદેશમાં તેમને ઉમેરવા માગો છો તો Google તેમના નામને સ્વતઃપૂર્ણ કરશે.ઉદાહરણ
"ઓનલાઇન તમારા માટે સૌથી મહત્વપૂર્ણ હોય તેવા લોકો"
ઉદાહરણ તરીકે, જ્યારે કમ્પોઝ કરી રહ્યાં હોવ તે સંદેશાની પ્રતિ, Cc અથવા Bcc ફીલ્ડમાં સરનામું લખી રહ્યાં હોવ, ત્યારે Gmail, તમારી સંપર્કોની સૂચિમાંથી સરનામાંનું સૂચન કરશે.ઉદાહરણ
"અમારી જાહેરાતો જુઓ અને તેની સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરો"
ઉદાહરણ તરીકે, અમે નિયમિત રૂપે જાહેરાતકર્તાઓને જાણ કરીએ છીએ કે અમે કોઈ પૃષ્ઠ પર તેમની જાહેરાત આપવાના છે કે કેમ અને તે જાહેરાત વપરાશકર્તાઓ દ્વારા સંભવિત રૂપે જોવાઈ હતી કે કેમ (ઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓ જે પૃષ્ઠના ભાગ પર સ્ક્રોલ કરતાં નથી તેની વિરુદ્ધમાં).ઉદાહરણ
"Wi-Fi ઍક્સેસ બિંદુઓ અને સેલ ટાવર્સ"
ઉદાહરણ તરીકે, Google, નજીકનાં સેલ ટાવર્સના જાણીતા સ્થાનના આધારે તમારા ઉપકરણનાં સ્થાનનું અનુમાન લગાવી શકે છે.ઉદાહરણ
"વધુ સંબંધિત શોધ પરિણામો"
ઉદાહરણ તરીકે, અમે તમારા અને તમારા મિત્રોના ફોટા,પોસ્ટ્સ અને વધુ સમાવિષ્ટ કરીને તમારા માટે વધુ સંબંધિત અને રુચિપ્રદ શોધ કરી શકીએ છીએ.ઉદાહરણ
"તમારી સામગ્રીને દૂર કરવી"
ઉદાહરણ તરીકે, તમે તમારી વેબ અને ઍપ્લિકેશન પ્રવૃત્તિ, તમારો બ્લૉગ, તમારી માલિકીની Google Site, તમારી YouTube ચેનલ, તમારી Google+ પ્રોફાઇલ અથવા તમારું સંપૂર્ણ Google એકાઉન્ટ ડિલીટ કરી શકો છો.ઉદાહરણ
"વલણો બતાવવા માટે"
તમે આમાંના કેટલાક Google Trends પર અને YouTube ટ્રેન્ડીંગ વિડિઓઝમાં જોઈ શકો છો.ઉદાહરણ
"અન્ય સાઇટ્સ અને ઍપ્લિકેશનો પરની તમારી પ્રવૃત્તિ"
આ પ્રવૃત્તિ, Chrome સમન્વયન જેવા Google ઉત્પાદનોના તમારા ઉપયોગ અથવા તો જેની Google સાથે ભાગીદારી હોય તેવી સાઇટ્સ અને ઍપ્લિકેશનોની તમારી મુલાકાતોથી આવી શકે છે. ઘણી વેબસાઇટ્સ અને ઍપ્લિકેશનો તેમની સામગ્રી અને સેવાઓને બહેતર બનાવવા માટે Google સાથે ભાગીદારી કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વેબસાઇટ, અમારી જાહેરાત સેવાઓ (જેમ કે AdSense) અથવા વિશ્લેષણ સાધનો (Google Analytics) નો ઉપયોગ કરી શકે છે. આ ઉત્પાદનો Google સાથે તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી શેર કરે છે અને તમારી એકાઉન્ટ સેટિંગ્સ અને ઉપયોગમાંના ઉત્પાદનો (ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ ભાગીદાર, અમારી જાહેરાત સેવાઓના જોડાણમાં Google Analytics નો ઉપયોગ કરે છે)ના આધારે આ ડેટા તમારી વ્યક્તિગત માહિતી સાથે સંકળાયેલ હોઇ શકે છે.અમે તમારી વ્યક્તિગત માહિતીને ખાનગી અને સુરક્ષિત રાખીએ છીએ — અને તમારા નિયંત્રણમાં મૂકીએ છીએ.
તમારી ગોપનીયતા અને સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાઓ વિશે વધુ જાણો.
